અજાણ્યા શહેરમાં

  • 4.5k
  • 1.5k

અવંતી ફેશન જગતમાં પોતાનું નામ કમાવવા ફેશન ડિઝાઈનરનું ભણવા માટે પોતાના નાના એવા શહેરને છોડી અજાણ્યા શહેરમાં પોતાની કિસ્મત અજમાવવા આવે છે. તે શરૂઆતમાં તો હોસ્ટેલમાં રહીને પોતાની કોલેજ જતી હોય છે. કોલેજમાં એની મુલાકાત રોશની સાથે થાય છે. રોશની સાથે થોડાજ સમયમાં અવંતી ખૂબ હળીમળી જાય છે. થોડા દિવસો પછી રોશની જે રૂમમાં ભાડેથી રહેતી હોય છે, ત્યાંજ શિફ્ટ થઇ જાય છે. બંને સાથે કોલેજ આવે અને સાથે રૂમ પર આવી બધું કામ કરે, રસોઈ કરે. આમ મોટાભાગનો સમય સાથે વિતાવતા. પણ ક્યારેક ક્યારેક રોશની બહાર જતી ત્યારે અવંતિને કંઈ કહેતી નહોતી. જેમ જેમ સાથે રહેતા થયા એમ અવંતિને