ધરતી પરના ભગવાન

  • 4.2k
  • 1.4k

મંથનને મુંબઇ શહેરમાંનએક મોટી કંપનીમાં નોકરી મળી એટલે પોતાના કુંટુંબને છોડીને મુંબઇ ચાલી ગયો. કંપનીએ રહેવા માટે એક બેડરૂમનો ફ્લેટ આપ્યો છે. એની બાજુના ફ્લેટમાં મહેશભાઇ દવે અને વર્ષાબેન દવે રહે છે. બંનેની ઉંમર ૭૦  વર્ષથી વધારે હોવાથી મંથન એનો પાડોશી ધર્મ બજાવવા રોજ એમના ઘરે જતો અને એમને બજારમાંથી કંઇ પણ લાવવું હોય તે પૂછીને સાંજે ઓફિસથી આવતા લેતો આવતો. એક દિવસ મંથન રોજની જેમ સવારે એમને ઘરે ગયો અને બૂમ મારીને પૂછ્યું.. “વર્ષાકાકી, આજે બજારથી કંઇ લાવવવાનું છે.?” આ સાંભળી વર્ષાકાકી ધીરે ધીરે રસોડામાંથી બહાર આવ્યા અને કહ્યું.. “ના દિકરા, ગઇકાલે જ તારા કાકા જાતે બજાર જઇને જોઇતી