પ્રારંભ પ્રકરણ- 10 છેવટે એકાદશીનો દિવસ આવી ગયો. આજે સવારથી જ જામનગર જવાની બધી તૈયારીઓ થઇ રહી હતી. કેતનની સાથે શિવાની પણ જવાની હતી એટલે એની બેગ પણ તૈયાર કરવાની હતી. ટ્રેન તો રાત્રે સાડા બાર વાગ્યાની હતી એટલે સમય પૂરતો હતો. છતાં તૈયારી સવારથી જ શરૂ થઈ ગઈ હતી. બધા કરતાં શિવાની વધારે ખુશ હતી. પહેલી વાર આટલા લાંબા સમય માટે એ ક્યાંય બહાર જઈ રહી હતી." શિવાની તારે આટલા બધા ડ્રેસ લેવાની જરૂર નથી. જરૂર પૂરતા તું રાખ અને જામનગર કંઈ ગામડું નથી. ત્યાં બધું જ મળે છે. સામાન જેટલો ઓછો હોય એટલું વધારે સારું." કેતન બોલ્યો. મહારાજે