સવાઈ માતા - ભાગ 5

(24)
  • 5.4k
  • 3.8k

મેઘનાબહેને રમીલાને હૂંફાળુ સ્મિત આપી તેનાં હાથમાં બે ખાલી થાળીઓ પકડાવી અને પોતે પણ એક થાળી હાથમાં લઈ કાઉન્ટર પાસેની હારમાં ઊભાં રહ્યાં. રમીલા પણ તેમની પાછળ ઢસડાઈ પણ, તેનાં મનમાં વિચારયુદ્ધ ચાલી રહ્યું હતું,'જે મોટી મા એ છેલ્લાં પાંચ વર્ષમાં મને મૂકીને ક્યારેય ચા પણ પીધી નથી, આજે તેમને મૂકીને હું કેવી રીતે જમી શકું?' ત્યાં તો રમીલાની માતા ખૂબ સંકોચથી તેની પાસે આવીને ઊભી રહી અને ખૂબ હળવેથી બોલી, "તું જ આ બુન જોડે ખાઈ લે. તારા બાપુને તો હવ ઘેરભેગાં થવું છે. બઉ મોટાં લોકો છે બધાં. અમને આંય ખાવાની મજા ની આવહે. તારાં ભાંડરડાં ય તે