સવાઈ માતા - ભાગ 2

(31)
  • 6.1k
  • 4.6k

મીરાંમાસીએ ગ્લાસ ઉઠાવી મેઘનાનાં માટલાનું ફ્રીજનાં પાણીથીયે ઠંડું પાણી પીધું. ગ્લાસ પાછો ટ્રેમાં મૂકી વાત શરૂ કરી, "આ રમીલા છે. મારી બહેન, વિજયાએ જ તેને ઉછેરી છે. હાલ તે અગિયારમા ધોરણમાં ભણે છે. તેનાં માતા-પિતા દહાડિયા મજૂર છે. રમીલાથી મોટાં ત્રણ સંતાનો અને નાનાં બે સંતાનો છે તેમને. વિજયાબહેને જ્યારે ઘરની ઉપર માળ ચણાવ્યો ત્યારે આ રમીલા, સાત વર્ષની, તેનાં માતા-પિતા સાથે આવતી હતી. તે પણ તેનાં મોટાં ભાઈ બહેનોની માફક સિમેન્ટ, રેતી, ઇંટો ઉઠાવવામાં મદદ કરતી. જ્યારે બપોરે બધાં મજૂરો જમવા બેસે ત્યારે વિજયાબહેન તેમને શાક અને અથાણું આપે. ત્યારે હંમેશ જુએ કે આ દીકરી તેનું જમવાનું જલ્દી -