હાસ્ય લહરી - ૭૪

  • 2.3k
  • 832

વણફૂટેલા ફટાકડાના સુરસુરિયા..!                                           જોતજોતામાં થનગનતી દિવાળી આવી ગઈ. ફરીથી આકાશ આતશબાજીથી રંગીન થશે. ઘર ઘર રંગોળી ને દીવડાઓ ઝગશે. દિવાળી એટલે પ્રકાશનું પર્વ. દિવાળી એટલે અંતરના ઉઘાડ, ઉમળકાઓનું આદાન ને પ્રદાન, હૈયાની હેલી અને વિચારોનું વૃંદાવન,..! પ્રદેશ પ્રદેશના રીતરિવાજ મુજબ દિવાળીની ઉજવણી થાય. એમાં દિવાળી એટલે પેલું વર્ષો જુનું લહેરિયું. લહેરિયું શબ્દ પડતાં જ બચપણ યાદ આવી જાય. બાળકોનું ટોળું થાળીમાં દીવા પ્રગટાવીને, આંગણે ઉભાં હોય, અને કુમળા મોંઢે ‘લહેરિયું’ લલકારે એની તોકોઈ મઝા જ ઔર..! દિવાળીને આવકારવા, વધાવવા, મનાવવા શુકનનો થાળ લઈને ઊભાં હોય એવું લાગે. ફાગણમાં ફાગ અને દિવાળીમાં શુકન એટલે એમનો બાળ અધિકાર. લહેરિયું એ આજની