દરેક સ્ત્રીના જીવનમાં પત્ની થવાનો પ્રસંગ આવે જ છે. પત્ની થાય એટલે સ્વાભાવિકપણે વહુને અંતે સાસુ થવાનું જ હોય. પણ આ પાત્રો ભજવવામાં સ્ત્રીને ભારે એડજસ્ટમેન્ટસ લેવાં પડે છે. પોતાની પ્રકૃતિને સદંતર પલટાવવી પડે છે. એક મુક્ત જીવન જીવતી દીકરીમાંથી સાસરામાં અગણિત બંધનમાં જીવન જીવતાં શીખવું પડે છે. એ શિક્ષણ ક્યાંથી મળે ? આજકાલની શિક્ષણ પદ્ધતિમાં એ કોર્સ છે ક્યાંય ? વળી જે કંઈ શીખે છે તે માતા પાસેથી શીખે છે, પણ તેમાં ઉચ્ચ સંસ્કારનું સિંચન કેટલું મળે ? વળી પોતાના જીવનની સમસ્યાઓ કંઈ નવી જ જાતની આવીને ઊભી રહે ત્યાં શું કરવું ? ઘણી ખરી માતાઓ પોતે જ