કલમ બંધ

  • 2.9k
  • 1
  • 982

આજે આવું પહેલીવાર બની રહ્યું હતું કે તમે કંઈ લખી શક્યા નહોતા. છેલ્લા અડધા કલાકથી તમે મને પકડીને બેસી રહ્યા હતા અને નોટબુકના કોરા પાનાને તાકી રહ્યા હતા.  તમારે કુલ પચીસ પ્રશ્નોના ઉત્તર આપવાના હતા પણ તમારા મગજમાં જે વિચારોનું વાવાઝોડું ચાલી રહ્યું હતું તેમાં રમુજ સુઝ્વી અશક્ય હતી.               અશોક, તમે હજી વિચારી જ રહ્યા હતા કે રસોડામાંથી તમારી પત્નીનો કર્કશ અવાજ સંભળાયો,”અશોક, બસ કરો હવે તમે ફરી નોટબુક અને પેન પકડીને બેસી ગયા. ચાર પૈસા તો કમાઈ શક્યા નથી આ કલમથી. રજાના દિવસે ઘરનું કોઈ કામ કરવાને બદલે કલમ લઈને બેસી જાઓ છો.”               તમે જાણતા