પ્રતીક્ષા

  • 3.3k
  • 1.2k

વર્ષો વીત્યા. હવે તો મારી નજર પણ ધુંધળી થઈ ગઈ હતી. પણ તો ય મનમાં એક આશા હતી કે ક્યારેક તો તારો પત્ર આવશે. વાળમાં સફેદી મને જરાય ગમતી નહોતી પણ ઉંમર ઉંમરનું કામ તો કરે જ ને! હવે તો ગામના ટપાલી બારણે આવે તો ઝટ ઊભાં ય થવાતું નહોતું. જમીન પર હાથ ખોડીને ઊભી થાતી ને તો ય બેલેન્સ રાખવામાં મુશ્કેલી પડતી. નવો જમાનો, નવી વાતું પણ હું તો હજીય જૂની જ હતી. તારા બાપા હારે મારા લગન થ્યા તૈ હું હતી ચૌદની ને ઈ હતાં વીસનાં. સાસરે ગઈ ત્યારે ઈમનું મોં ભાળ્યું. આમ નાની ખરી પણ હાડેતી બહુ