પ્રારંભ - 2

(99)
  • 8.3k
  • 4
  • 6.8k

પ્રારંભ પ્રકરણ 2જામનગર સ્ટેશનથી જેવી ટ્રેન ઉપડી કે કેતન પોતાના દોઢ વર્ષના ભૂતકાળને યાદ કરીને ખૂબ જ લાગણીવશ થઈ ગયો. જામનગરમાં પસાર કરેલો દોઢ વર્ષનો સમયગાળો એક માયાજાળ જ હતી અને હકીકતમાં તે જામનગરમાં રહેલો જ નથી એવી જ્યારે ચેતન સ્વામી દ્વારા એને ઋષિકેશમાં ખબર પડી ત્યારે એ ખૂબ જ અપસેટ થઈ ગયો. દોઢ વર્ષ જેટલો સમય ગાળો નાનો નથી અને એને સંપૂર્ણ પણે ભૂલી જવો પણ શક્ય નથી. જામનગરની યાદોને તાજી કરવા માટે જ એ આજે જામનગર આવ્યો હતો પરંતુ જામનગરમાં એને ઓળખનાર કોઈ જ ન હતું. ગુરુજીએ એના સૂક્ષ્મ શરીર પાસે પ્રાયશ્ચિત કરાવીને આખી માયાજાળ સંકેલી લીધી હતી.ટ્રેન