એક અવિસ્મરણીય ભેટ

  • 2.5k
  • 1
  • 864

વાર્તા:- એક અવિસ્મરણીય ભેટવાર્તાકાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની"કેમ આ વખતે તારા ભિખારી ભાઈએ તને રક્ષાબંધન પર આવવાનો હજુ સુધી ફોન ન કર્યો? લાગે છે કે કવર કરવું પડે એટલે જાણીજોઈને ફોન નથી કરતો." સુધા સમસમી ગઈ. જોકે એને માટે આ નવું ન હતું. સુધીર વારે ઘડીએ સુધાનાં પિયરની ગરીબાઈની મજાક ઉડાવી એને સંભળાવ્યા કરતો. ગરીબ એટલે કંઈ છેક જ ગરીબ નહીં, પરંતુ નિમ્ન મધ્યમ વર્ગના કહી શકાય એવું એનું પિયર. સુધા અનુસ્નાતક થયેલી અને લગ્ન પહેલાં ખૂબ સારી નોકરી પણ કરતી હતી અને પોતાનાં કુટુંબને આર્થિક ટેકો પૂરો પાડતી હતી. સુધીર પણ આમ તો ઈજનેર પણ એનાં ઘરનાં સંકુચિત માનસિકતા