એક મોટી ઉંમરના કાકાની ફરિયાદ હતી, ‘આખી જિંદગી આ તમારી કાકીને સમજાય સમજાય કર્યું, ખૂબ વઢીને જોયું, ક્યારેક તો મારાથી હાથે ય એમના ઉપર ઉપડી જતો, છતાં ય તમારા કાકી સુધર્યાં જ નહીં, એમની આડાઈઓનો અંત આજ લગી નથી આવ્યો.’ અરે કાકા ! આખી જિંદગી બૈરીને સુધારવામાં ગઈ ને છતાં ય ના એ સુધરી તો આપણને જ અક્કલ ના આવવી જોઈએ કે આપણને જ સુધારતાં નથી આવડતું ! કાકાને મેં પૂછયું, ‘કાકા, પરણતાં પહેલાં કાકીને જોઈને, જાણીને હા પાડી હતી કે ?’ કાકા કહે, ‘હા, એમ તો જોયાં તો હતાં જ ને !’ ત્યારે કાકા, આપણે જાતે જોઈને પસંદ