ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 4

  • 3.7k
  • 2.1k

થોડીવાર માં ખાવાનું પણ આવી ગયું અને બંનેએ ખાઈ લીધું. ગીતા શું કરે?! ખાઈને બંને બસ બેઠા જ હતા, કે રેખાએ એક અલગ જ વાત કહી. નામ ના લઈશ તું એનું! આઇ જસ્ટ હેટ હર! રઘુએ ચિડાઈ જતાં કહ્યું. શું હેટ? તું તો એણે લવ કરે છે ને?! રેખાએ થોડું હસતા કહ્યું. ઓ! હું એણે નહી, એ મને લવ કરતી હતી! રઘુએ કહ્યું અને વાત બદલતા ઉમેર્યું, એ બધું છોડને કાલે આપને જે પૈસાની વ્યવસ્થા કરવાની છે એનું વિચાર! એમાં વિચારવાનું શું?! જે કંઈ ખાતામાં છે, કાલે આપને જઈને લઇ આવીશું અને કીડનેપરને આપીને વૈભવને લઈ લઈશું! રેખાએ પ્લાન સમજાવ્યો.