ચંદ્રની સાખે - ભાગ 1

  • 4.3k
  • 1.7k

અજવાળી રાત હતી, એક વ્યક્તિ નીચે ફર્શ પર ટૂંટિયું વાળીને બેઠી હતી અને બારીમાંથી બહાર દેખાતા ચંદ્રને જોઈ રહી હતી. ચંદ્રને જોઈને તેના ચેહરા પર હાસ્યની લહેરખી આવી ગઈ અને પછી હાસ્ય તેના કાબુમાં ન રહ્યું અને તે જોરજોરથી હસવા લાગ્યો અને તેની આજુબાજુમાં રહેલી વ્યક્તિઓ પણ વગર કારણે તેની સાથે હસવામાં જોડાયા. તે લોકો ત્યાં સુધી હસતા રહ્યા, જ્યાં સુધી સળિયા પર ડંડા ન પડ્યા અને સુઈ જાઓ એવો અવાજ ન આવ્યો. તેને છોડીને બધા સુઈ ગયા. તે પ્રસન્ન મુદ્રામાં ચંદ્રને જોઈ રહ્યો. તે ચંદ્રમા એક ચેહરો જોઈ રહ્યો હતો વિનીનો. તેણે આહનો ઉદ્ગાર કાઢ્યો અને ભૂતકાળમાં ખોવાઈ ગયો.