ચટકારો

  • 3k
  • 1k

સાંજ પડે એને સૌ હવેલી ની આસપાસ શાક માર્કેટ ભરાઈ ત્યાં હવેલીએ દર્શન કરવા જાય અને બહાર શાક માર્કેટમાંથી શાક પણ લેતા જાય શિયાળાની ઋતુ એટલે શાકભાજીમાં તાજા મજા જાત જાતના શાકોની બોલબાલ ચાલતી હોય કે આટલા ના કિલો અને આટલા નો ઢગલો અને જેમ જેમ સાંજ ઢળતી જાય તેમ તેમ તો શાકના ઢગલા ની કિંમત પણ ઘટતી જાય અને સ્ત્રીઓનો ઘસારો પણ વધતો જાય દર્શન પણ થઈ જાય અને શાકની ખરીદી પણ થઈ જાયદરેકને સ્વાદ પ્રિય હોય છે અને બધાના મનભાવતા શાક હોય છે કોઈકને કડવી મેથી પણ મીઠી લાગે છે તો કોઈક મીઠા બટેટા પણ કડવા ઝેર લાગે