લલચાયલો પ્રેમ

  • 4.3k
  • 1
  • 1.5k

મીનુ, એક સાધારણ કુટુંબથી આવતી, પણ મહત્વકાંક્ષી, મહેનતુ, અને ધૈર્યવાન યુવતી. જય એક સધ્ધર પરિવારથી આવતો, થોડો બગડેલો, યુવક હતો. મીનુ જે સરકારી સ્કૂલે ગણિતની શિક્ષક હતી, આજ જય નું ટ્રાન્સફર એજ સ્કૂલનાં પ્રિન્સિપલ તરીકે થયો હતો. પ્રથમ દિવસનાં સ્ટાફ સાથેના ઔપચારીક ઓળખાણ અને વાર્તાલાપ પછી જય સ્કુલ રાઉન્ડ મારવા અને વિદ્યાર્થીઓ સાથે પોતાનો પરિચય આપવા જાય છે. આ સ્કુલ ગુજરાતી માધ્યમની હતી. જ્યારે જય ઇંગ્લિશ માધ્યમની સ્કૂલથી સ્નાતક થયો હતો. એક વર્ષ ગવર્મેન્ટ સ્કૂલમાં ટ્રેનિંગ લીધા બાદ આ સ્કુલમાં નોકરી મળી હતી. જ્યારે મીનુ વર્ષોથી આ એકજ સ્કૂલમાં નોકરી કરતી હતી. પણ હવે એને આ એકજ વિષય અને એકજ