નવી દુનિયા! - ભાગ 4

  • 2.9k
  • 1
  • 1.4k

જાગો જાગો સવાર પડી ગઈ છે.... વહેલી સવારે શશીકાંત એ મને ઢંઢોળીને જગાડ્યો. હું જાગ્યો વહેલી સવારે 5 વાગ્યા હશે, છેલ્લી વખત સૂર્યનારાયણના દર્શન કર્યા. મિશન નો સમય સાંજે 5.30 નો હતો એટલે બધી તૈયારી પૂરી કરવાની હતી.બપોર સુધીમાં અમે મોટા ભાગનું કામ પતાવ્યું. મે છેલ્લી વાર પાર્વતીને ફોન લગાવ્યો એ દિવસ હું ક્યારેય નહી ભૂલી શકું. પાર્વતી ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી મે બંને બાળકો સાથે પણ વાત કરી. તેને તો કોઈ જાતની ખબર જ ન હતી કે તે પપ્પા સાથે છેલ્લી વખત વાત કરે છે. આખરે બે કલાકની લાંબી વાત અમારા મિશન એલાર્મ એ પૂરી કરી. મિશનની