જીવન તો બધાંય જીવી જાય છે, પણ એ જીવન શું કામનું કે જેનો કોઈ ધ્યેય ના હોય ?! જીવનનો ધ્યેય શું છે ? કદિ એના વિશે વિચાર્યું છે ? સમજણા થયા ત્યારથી જ લોકોના કહ્યાથી કે જોઈ જોઈને માનવી ઘણાં ધ્યેય નક્કી કરતો જાય છે. જેમ કે ખૂબ ભણવું છે, ખૂબ પૈસા કમાવા છે, લગ્ન કરવાં છે, છોકરાં ઉછેરવા છે, તેમને પરણાવવા છે, છોકરાંને છોકરાં થાય, તેમને ય ઉછેરીને પરણાવવા છે. પછી ? પછી નિરાંતે પ્રભુનું નામ લઈશું ! આમ ભૌતિક ધ્યેય માનવ નક્કી કરતો જાય છે ને તેની પાછળ પડી મહદ્ અંશે એમને મેળવતો પણ જાય છે. પણ