લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-25

(1.2k)
  • 6.9k
  • 1
  • 2.4k

લવ રિવેન્જ પ્રકરણ-25   "દિવાળી પછી સારું મૂરત છે....! છવ્વીસમીએ....!" પુરોહિત બકુલભાઈ બોલ્યાં અને પોતાના ખોળામાં મુકેલા પંચાંગમાંથી નજર હટાવી સામે સોફા ચેયરમાં બેઠેલાં કરણસિંઘ સામે જોયું. "સરસ.....! કૉલેજમાં દિવાળી વેકેશન હશે....! એટલે વાંધો નઈ આવે....!" કરણસિંઘની બાજુમાં સોફામાં બેઠેલા સુરેશસિંઘ સ્મિત કરીને બોલ્યાં. "પણ ભાઉ ....! દિવાળી સુધી ખેંચવું રિસ્કી છે...!" સોફામાં વિજયસિંહ અને સુરેશસિંઘની વચ્ચે બેઠેલાં વનરાજસિંહ બોલ્યાં "ડૉક્ટરે કીધું છે....આ બીજો એટેક હતો....! અને ......ની કન્ડિશન પણ હજી સિરિયસ છે....! હવે કશું નક્કી નઈ ....!" "દિવાળી પે'લ્લા કોઈ સારું મૂરત ....!?" વનરાજસિંહની વાત સાંભળી કરણસિંઘે બકુલભાઈને ટૂંકમાં પૂછ્યું. કેટલીકવાર સુધી બકુલભાઈએ પંચાગમાં જોયે રાખ્યું. "નઈ મેળ આવે