ધૂપ-છાઁવ - 82

(21)
  • 3.5k
  • 2
  • 2k

ઈશાન અને અપેક્ષાના લગ્ન ધામધૂમથી અને સુખરૂપ સંપન્ન થયા અને ઈશાન તેમજ અપેક્ષા યુએસએ પોતાના ઘરે પણ પહોંચી ગયા ત્યારબાદ ઈશાન લગ્ન પછીનો થોડો સમય અપેક્ષા સાથે એકાંતમાં વિતાવવા માંગતો હતો એટલે તેણે બાલીની કપલટૂરમાં ફરવા જવા માટેનું બુકિંગ પણ કરાવી દીધું હતું. હવે આગળ.... ઈશાન અને અપેક્ષા દુન્યવી ચિંતાઓથી મુક્ત એકાંતમાં બંને એકબીજાને માણવા અને લગ્ન પછીના નજીકના જે યાદગાર દિવસો હોય છે તેને વધુ યાદગાર બનાવવા માટે બાલી પહોંચી ગયા હતા અહીંયા તે બંનેને ડિસ્ટર્બ કરવાવાળું કોઈ નહોતું બસ તે બંને, એકાંત અને તેમનો મીઠો પ્રેમ અને જીવનની યાદગાર ક્ષણો.... લગ્ન પછી પણ અપેક્ષા જેવી ખુશ હોવી જોઈએ