ડાયરી - સીઝન ૨ - સરકતી જતી જિંદગી

  • 3k
  • 1.6k

  શીર્ષક : સરકતી જતી જિંદગી    ©લેખક : કમલેશ જોષી   તમારી આસપાસ રહેતા પાંચ વડીલો-વૃધ્ધોને નજર સમક્ષ લાવો. માથાના તમામ વાળ ધોળા થઈ ગયેલા અને કરચલી વાળા ચહેરા કે લાકડીના ટેકે ઢચુ-પચુ ચાલતા કે પથારીમાં આખો દિવસ ઉધરસ ખાતા કે કાને બહેરા થઈ ગયેલા કે આંખે ઝાંખું દેખતા કે ખાતી વખતે મોંમાં ચોકઠું ગોઠવતા એ વડીલો અને મારી તમારી વચ્ચે ત્રણસો ચારસો વર્ષનું નહિ માત્ર ત્રીસ કે ચાલીસ વર્ષનું જ અંતર છે હોં. બહુ ટૂંકા સમયમાં આપણે એમની લગોલગ પહોંચી જવાના છીએ. ના ના.. લગોલગ તો નહીં પહોંચાય, કેમકે આપણે ત્યાં પહોંચીશું ત્યારે એ કોણ જાણે ક્યાં પહોંચી