ડાયરી - સીઝન ૨ - સ્ક્રીપ્ટ ઓફ લાઇફ

  • 3.6k
  • 1.9k

  શીર્ષક : સ્ક્રીપ્ટ ઓફ લાઇફ    ©લેખક : કમલેશ જોષી   તમે કદી તમારી લાઈફની સ્ક્રીપ્ટનો વિચાર કર્યો? એક મિત્રે કહ્યું : મને લાગે છે કે આપણી લાઈફના નેક્સ્ટ એપીસોડની, નેક્સ્ટ દ્રશ્યની, આવતીકાલના સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીની એક નહિ, ત્રણ સ્ક્રીપ્ટ હોય છે. એક આપણે પોતે કલ્પેલી, સ્વપ્નેલી, વિચારેલી. બીજી દુનિયાએ, મિત્રો-પરિચિતોએ કલ્પેલી અને ત્રીજી વાસ્તવિક, ઈશ્વરે લખી રાખેલી, જે આપણે સાચુકલા જ ભજવવાની હોય છે. બાળપણમાં આપણને એમ હોય કે આપણે ડોક્ટર બનીશું, આપણી આસપાસના લોકો એટલે કે શિક્ષકો, મિત્રો, આડોશી પાડોશીને લાગતું હોય કે આપણે ડોક્ટરમાં તો નહિ ચાલીએ પણ વકીલ કે વેપારી ચોક્કસ બનીશું અને વાસ્તવમાં આપણે