એક ચાહત એક ઝનૂન - ભાગ 4

  • 3k
  • 1.7k

શોભાએ હવે રાજેશ તરફથી સુધરવાની તમામ અપેક્ષાઓ મૂકી દીધી. જે બહેનોનાં ભવિષ્ય માટે થઈ ખુદની બલિ ચઢાવી હતી તે બહેનો જો ઘરે આવશે- જશે તો તે પણ કદાચ રાજેશની ગંદી નજરોનો ભોગ બનશે. એવી ભીતિ થતાં શોભાએ એક દિવસ પોતાની માને બધી હકીકત કહી દીધી. પોતાની સાથેનો સંપર્ક કે સંબંધ તોડી નાખી રાજેશની કોઈ વાત પર વિશ્વાસ ન કરવા સમજાવી લીધી."પણ તારું શું મારી દીકરી, તું આવાં માણસ સાથે કેમ જીવીશ? તારી દીકરીનું શું ભવિષ્ય?"મા બોલી."મા, મારું હવે કોઈ ભવિષ્ય મારું અંગત નથી. મારી નિયતિએ જે નક્કી કર્યું તે થયું, થઈ ગયું. મારી પાસે જીવવાનો આધાર મારી દીકરી છે. મા,