રાવણહથ્થાનું સંગીત

  • 3.5k
  • 1.1k

તારીખ : 15-11-2022સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિતઅવની મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે પહોંચવામાં પંદર મિનિટ મોડી પડી હતી. તેણે ગાડીમાંથી બહાર નીકળતાં પહેલાં પાણીની બોટલ ઉઠાવી અને તેનું ઢાંકણું ખોલી બે ઘૂંટડાં પાણી પીને ગળું ભીનું કર્યું અને ઢાંકણ બંધ કરી બોટલ ગાડીનાં દરવાજામાં બનેલ કેઈસમાં પાછી મૂકી દીધી. રીઅર વ્યુ મિરરમાં જોઈ હાથરૂમાલ વડે હળવેકથી દબાવીને ચહેરાનો પરસેવો લૂછ્યો. સહજપણે એક વખત પોતાનાં ચહેરાનું અવલોકન કરી, બાજુની સીટ ઉપર પડેલી ફાઈલ હાથમાં ઊઠાવી અને બીજાં હાથે મોબાઈલ ફોન અને પર્સ ઉઠાવ્યાં. ઈગ્નીશનમાંથી ચાવી કાઢી ગાડીમાંથી બહાર નીકળી. બહાર નીકળી ગાડીને લોક કરી સાડીની પાટલીને એક હળવા ઝટકાથી સીધી કરી. કોર્પોરેશન ઓફિસની