સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -38

(5.8k)
  • 6.7k
  • 5
  • 4.3k

સાવી ધ્યાનમાં બેઠી બધુંજ જાણે જોઈ રહી હતી. એણે જોયું એનાં પિતા જે સ્ટુડિયોમાં કામ કરતાં એનો માલિક અચાનક જ્યાં બોર્ડ ચીતરાતા, તૈયાર થતાં હતાં ત્યાં આવી ચઢ્યો. એણે પેઈન્ટર નવલકિશોરને થોડી સૂચના આપી અન્ય માણસોને બોર્ડને ઉંચકીને અંદર લાવવા કીધાં. ત્યાં અચાનક એની નજર અન્વી ઉપર પડી એ એનાં પાપાની સૂચનાથી પીંછી અને બ્રશ સાફ કરી એકઠાં કરી રહી હતી. ત્યાં સ્ટુડીયો માલિક હસરતની નજર અન્વી ઉપર પડી... એ જુવાન છોકરી તરફ જોઈ રહ્યો એ જે રીતે બેઠી હતી એનાં વક્ષસ્થળ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું અને જુવાની જાણે ડોકીયાં કરતી હતી. હસરતની અંદરનો વાસનાનો રાક્ષસ સળવળી ઉઠ્યો એની જીભ