ફારગતી ‘તમે મને એટલું જણાવી શકશો કે, તમારે બંનેએ છૂટાછેડા શા માટે લેવા છે ?' નિવૃત્તિના આરે ઊભેલા જજ સાહેબે એક યુવાન યુગલને પૂછ્યું. યુવાનનું નામ હર્ષદ પરીખ અને એની પત્નીનું નામ હિમાની. એક નજરે કોઇ પણ વ્યક્તિ આ બંનેને સાથે જોવે તો તુરત જ કહી શકે કે, ઉપરવાળો ખરેખર દયાળુ છે શું એકબીજાને પસંદનું જોડી બનાવીને જ ઉપરથી મોકલેલ છે. હા એ પણ ખરું કે, જો તેઓને ખબર ન હોવી જોઇએ કે આ બંને તેમના દાંપત્યજીવનમાંથી અલગ થવા માટે અદાલતના પગથિયે પહોંચ્યા છે, કદાચ કોઇ વ્યક્તિ જો અદાલતમાં કામથી આવેલ હોય તો એવું પણ બેસે કે આ કોઇ હીરો-હિરોઇન