એક અંધારી રાત્રે - 3

(14)
  • 4k
  • 2
  • 2.4k

3. તે તો હમણાં દાદરો ઊતરતી હતી ને? અત્યારે મારી સાવ બાજુમાં! તેની હાઇટ.. મારા કાનની ઉપલી બુટ સુધી કે મારી ભમર સુધીની હતી. મોબાઈલના પ્રકાશમાં મને તેનું એકદમ આકર્ષક ફિગર દેખાયું. તેની તેજસ્વી નીલી આંખો મને તાકી રહી હતી. હું તેની આંખોમાં આંખ મેળવી શક્યો નહીં અને નીચું જોઈ ગયો. મોબાઈલના સ્ક્રીનની આટલી બ્રાઈટ લાઈટ? મેં ફ્લેશ તો ઓન કર્યો નથી. મારો હાથ પડતાં સ્ક્રીન એક્ટિવેટ થયો હશે અને સ્ક્રીન પર ફ્લેશની સાઈન પર આંગળી દબાઈ ગઈ હશે. તો પણ લાઈટ હોય તે કરતાં વધુ શાર્પ હતી. મેં મોબાઈલ સામેની તરફ ધર્યો. દાદરો ઉપર જતો દેખાયો. તે તો નીચે