કશ્મકશ - 1

(12)
  • 3.4k
  • 2
  • 1.7k

કશ્મકશ-૧હિરલ અને હિરેનના લગ્નજીવનને આજે પુરા પાંત્રીસ વર્ષ થયાં હતાં. જે રીતે એક સામાન્ય ગૃહસ્થ જીવનભર સંબંધોમાં બંધાઈને પોતાના ઘરને ખેંચે છે, તે જ રીતે તેણે પોતાના જીવનને પણ ખેંચ્યું હતું. કહેવા માટે તો બંને સ્વભાવે સીધા અને સાદા હતા, પણ જ્યારે પણ સાથે હતા ત્યારે ખબર નહિ કેમ તેમને એકબીજામાં કંઈ સારું દેખાતું ન હતું અને તેઓ એકબીજાની ખામીઓ શોધવામાં જ તલ્લીન રહેતા. જયારે બહારના અન્ય લોકો સાથે તેનું વર્તન ઘણું સારું હતું.હિરલ માટે જો કહેવામાં આવે તો તે શરૂઆતથી જ બધા સાથે ખુલ્લા મને વાત કરવી તેવો તેણીનો સ્વભાવ હતો. જે બાબત જ હિરેન માટે ખૂબ જ મુશ્કેલ