પાયાનું ઘડતર - 4 - છેલ્લો ભાગ

  • 2.3k
  • 1
  • 896

પાયાનું ઘડતર-૪ (જે વાત બાળકોને શિક્ષકોએ પહેલીથી આચાર્યા મેડમની સુચના મુજબ સમજાવી રાખેલ હતી. )‘‘તમે શિક્ષક મિત્રો તમારે કાંઈ કહેવાનું છે ?” ઇન્સ્પેક્ટર સાહેબે શિક્ષકોને પણ સવાલ કર્યો. ‘‘ના સાહેબશ્રી, અમારે પણ કાંઇ તકલીફ નથી કે કાંઇ રજૂઆત નથી બધા શિક્ષકોએ પણ એકસાથે હાથ ઉંચો કરી પ્રત્યુતર આપ્યો. પણ તેજ સમયે જતીન સર, મનમાં ગૂંચવાઇ રહેલ હતાં જે વિચારતા હતાં કે આજે નહીં તો ફરી ક્યારેય આ ઇન્સ્પેક્ટર આવશે તેમ વિચારીને હાથ ઉંચો કર્યો મારે કાંઈ કહેવું છે.” જતીન સરની રજૂઆત સાંભળી આચાર્યા મેડમ સહીત બધાની આંખો જતીન સર તરફ પહોંચી ગઇ હતી. આને વળી આવે બે દિવસ થયા નથી