સાપુતારાની મુલાકાતે - 1

  • 5.3k
  • 4
  • 2.4k

સાપુતારાની મુલાકાતે ભાગ-૧ તા.૧૫/૦૮/૨૦૨૨ થી તા.૧૮/૦૮/૨૦૨૨.           ઘણા સમયથી અમે બહાર ફરવા જવાનું વિચારતા હતા. પણ સ્થળ નકકી નહોતું થતું. અચાનક રજાઓમાં સ્થળની પસંદગી થઇ જ ગઇ. એ પણ ઓગસ્ટ મહિનામાં. જયાં તહેવારોની રજાઓનો તો ભરમાર હતો. આપણે નોકરીયાત વર્ગ એટલે રજાના મેળથી જ કયાંક જવાનું વિચારીએ. આખરે અમે સાપુતારા જવાનું વિચાર્યુ. સાપુતારા અમે પહેલીવાર જતા હતા. આથી તેના વિશેની બધી જ માહિતી મેળવી અમે તૈયારી ચાલુ કરી. મારો નાનો પરિવાર એમાં હું મારા પતિશ્રી અને બે વર્ષનો બાબો. બીજા સાથે મારા નણંદશ્રી અને તેમનો પરિવાર હતો.              સૌ પ્રથમ તો અમે કપડાંની ખરીદી અને બીજી જરૂરી વસ્તુઓની ખરીદી કરવા