ખૂની ખેલ - 2

(18)
  • 4.7k
  • 2
  • 2.7k

પ્રકરણ ૨ રીચલ કેબીનની બહાર નીકળી ગયેલી એટલે તેને થયું કે હવે તે પણ જતી રહેશે તો ખરાબ લાગશે. આથી તે અંદર આવી. તેને વાત કરતાં કરતાં જીએમનાં ગળાં પાસે સહેજ લીપસ્ટીકનાં ડાઘ જેવું દેખાયું. તેણે જોયું ના જોયું કર્યું અને કામ પતાવી નીકળી ગઈ. તે એટલું તો તરત જ સમજી ગઈ કે ચોક્કસ એ રીચલની લીપસ્ટીકનાં ડાઘ હતાં. ઘરે જતાં જતાં આખા રસ્તે કાયનેટીકની સ્પીડ સાથે તેનાં વિચારો પણ ચાલતાં રહ્યાં. એ બંને વચ્ચે શું સંબંધ હશે? જીએમ તો પરણેલાં છે. તેમને છોકરાં પણ છે. તો? તે શું આવાં કેરેક્ટરનાં હશે? રીચલની ઉંમર પણ એમ તો ત્રીસેક વર્ષની લાગે