પ્રેમનો અહેસાસ - 24 - છેલ્લો ભાગ

(15)
  • 2.7k
  • 1.2k

માધવીની ચિઠ્ઠી વાંચી શરદ થોડી વાર માટે દુઃખી થઈ ગયો.. પણ પછી એ ચિઠ્ઠી બાજુ પર મુકી રુટીન કામ કરવા લાગ્યો.. દક્ષુ પણ ઊઠી ગયો.. ઉઠતાની સાથે એ એની મમ્મી ને શોધવા લાગ્યો.. માધવી નજર ના આવતા એને રડવાનું શરું કર્યું.. બાળક ભલે નાનું હોય. બોલી શકતું ના હોય પણ એની મમ્મી ને તો એ ઓળખી જ જાય.. શરદે એને હાથમાં લીધો અને આમ તેમ ફરવા લાગ્યો પણ દક્ષુ ચૂપ જ ના થયો.. જાણે એ જાણી ગયો હોય કે એની મમ્મી હવે એને જોવા પણ નહીં મળે.. એમ રડવા લાગ્યો.. શરદ પણ ના જોઈ શક્યો એની આ હાલત.. એટલામાં માનસીબેન