હાસ્ય લહરી - ૬૩

(74)
  • 3.3k
  • 1.4k

ઢોલીડા ઢોલ હવે ઝાઝો વગાડ મા..!                                વિફરેલી વાઘણ જેવી તો નહિ કહેવાય, પણ વિફરેલી વાઈફની માફક, ટાઈઢ જોર તો પકડવા માંડી જ છે. સ્વેટમાંથી  પણ સળી કરે..! ગાદલું પણ એવું બરફ થઇ જાય કે,  ઉપર સુવાને બદલે, ગાદલા નીચે લપાવાનું મન થાય. ઘૂંટણીયુમાં તો આતંકવાદી ભરાય બેઠો હોય એમ ટણક મારે..!  છતાં, મક્કમ મનનો માનવી ડગુથી મગુ નહિ થાય, એનું નામ ચૂંટણીનો ઉમેદવાર..! ઢોલીનો ઢોલ વાગતાં,ઘરડી પણ લગનમાંઘૂંટણીએ નાચવા માંડે, એમ ચૂંટણી જાહેર થાય એટલે,  ‘દિલ દે ચૂકે સનમ‘ ની માફક ઉમેદવારોનો રાફડો ફાટે..! પછી તો, ચૂંટણીનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જોને..! ચૂંટણી લડવી એટલે મોતના કુવામાં મોટર સાઈકલ ચલાવવા