હાસ્ય લહરી - ૪૫

  • 2.4k
  • 1k

 ગરબો ગોટે ચઢ્યો રે લોલ.!                         રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટ નવ નિદ્ધિ દે,વંશમાં વૃદ્ધિ દે,બાક્બાની                        હૃદયમે જ્ઞાન દે, ચિત્તમે ધ્યાન દે,અભય વરદાન દે,શંભુ રાણી                        દુઃખકો દુર કર, સુખ ભરપુર કર, આશ સંપૂર્ણ કર દાસ જાણી                       રાજન સો હિત દે, કુટુંબ સોં પ્રીત દે,જગમેં જીત દે,માં ભવાની                  કાનમાં કોયલ ઘુસી ગઈ હોય એમ, ગળામાંથી આવી તર્જ નીકળવા માંડે, ત્યારે માનવું કે, નવરાત્રીના બ્યુગલ વાગવા માંડ્યા. ઢોલને મસ્તી ચઢે, યુવાની સ્વચ્છંદી બને, પગના ઠેકા કાબુમાં નહિ રહે તો માનવું કે માતાજીઓ ડુંગરા ઉતરી રહી છે. આવું થાય એટલે ગુજરાતણની કમર લચકાવા માંડે, યુવાની મચકાવા માંડે, ચાલકની ચાલ બદલાય, ને રોજીંદા પહેરવેશને બદલે ચણીયા-ચોળી અને ચુંદડીના પરિવેશમાં પ્રત્યેક ગુજરાતણમાં