લવ રિવેન્જ પ્રકરણ-20 "એ મારો નહીં થાયને...!?" લાવણ્યાએ રડમસ સ્વરમાં ભીંજાયેલી આંખે વિશાલને પૂછ્યું. સિદ્ધાર્થના ઘરે ડ્રૉપ કરી ગયાં પછી લાવણ્યા ફ્રેશ થઈને મોડી સાંજે ખેતલાપા ટી-સ્ટોલ મળ્યાં હતાં. સવારે નેહાએ કેન્ટીનમાં કરેલાં ઝઘડાં વખતે વિશાલ ત્યાં હાજર નહોતો. લાવણ્યાએ મળ્યાં પછી બધી વાત વિશાલને કહી સંભળાવી હતી. સાથે એપણ જણાવ્યુ કે સિદ્ધાર્થ હજીપણ તેનાથી દૂર રે' છે. અને એક કિસ માટે પણ તરસાવે રાખે છે. આખીવાત જણાંવતી વખતે લાવણ્યાની આંખો અનેક વખત ભીંજાઇ ગઈ હતી. "નવરાત્રિની ખરીદી કરી લીધી....!?" લાવણ્યાનું મન ડાયવર્ટ કરવાં વિશાલે પૂછ્યું. "ના....!" પોતાની એક્ટિવા ઉપર બેઠેલી લાવણ્યા ખિન્ન સ્વરમાં બોલી