બર્થ ડે પાર્ટી

  • 3.8k
  • 2
  • 1.1k

વાર્તા:- બર્થ ડે પાર્ટીલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની"આ બધું શું માંડ્યું છે? સવારથી તમે લોકોએ ઘર માથા પર લીધું છે?" સ્મિતા એનાં પતિ અને બંને બાળકો પર ગુસ્સે થઈ. સવારથી એ બધાં ઘરમાં પહેલાં માળે એક રૂમમાં કશું કરી રહ્યાં હતાં. વાત એમ હતી કે એઓ બધાં સ્મિતાને સરપ્રાઈઝ આપવાની તૈયારી કરી રહ્યાં હતાં. ત્રણ દિવસ પછી સ્મિતા એની જિંદગીનાં પચાસ વર્ષ પૂર્ણ કરવા જઈ રહી હતી. આથી જ એનાં પતિ અને બાળકો એને ધામધૂમથી ઉજવવા માંગતાં હતાં. સ્મિતાની દીકરીએ આખો પ્લાન બનાવ્યો હતો. સંપૂર્ણ આયોજન એની દેખરેખ હેઠળ જ થઈ રહ્યું હતું. આમ પણ એનો અભ્યાસ જ ઇવેન્ટ મેનેજમેન્ટ