વ્હાલમ

  • 4.5k
  • 1.6k

પપ્પા ના આગ્રહ નું માન રાખવા સૌમિલ સૌમ્યા ને જોવા ગયો. બંને ની મુલાકાત ગોઠવાઈ. સમાજમાં બંને ના ખાનદાન સારી નામના ધરાવતા હતા તેથી બંને એકબીજાને જોયે ઓળખતા. ક્યાંક સામાજિક પ્રસંગો માં મુલાકાત થતી પરંતુ લાંબો પરિચય નહીં. સૌમ્યા ખૂબ જ શાલીન, સંસ્કારી અને આકર્ષક વ્યક્તિત્વનવાળી, સૌમિલ ના પપ્પા હર્ષવર્ધન ની આંખો માં વસી ગયેલી. સૌમ્યા ના પપ્પા કૃષ્ણકાંત હર્ષવર્ધન ના ભાઈબંધ હતા તેથી તેમની ખૂબ જ ઈચ્છા આ દીકરીને પોતાના કૂળની કૂળવધૂ બનાવવાની. કૃષ્ણકાંત નું અચાનક આકસ્મિક અવસાન થતાં આ ઈચ્છા દ્રઢ નિર્ણય બની ગઈ. સૌમિલ આજ્ઞાંકિત સંસ્કારી પુત્ર હતો પરંતુ લગ્ન મારી મરજી થી હું કહું ત્યારે અને