પ્રેમનું રહસ્ય - 2

(47)
  • 6k
  • 1
  • 4.1k

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૨ કારનો કાચ ઉતરવાનો અવાજ પણ શાંત વાતાવરણમાં થથરાવી દે એવો હતો. અખિલ આંખો ફાડીને જોઇ જ રહ્યો હતો. કારમાં રૂપરૂપના અંબાર સમી એક સુંદર સ્ત્રી બેઠી હતી. તેના ચહેરા પર એક નાનકડું હાસ્ય ફરકી ગયું. સામે હાસ્ય ફરકાવવાને બદલે અખિલ એના સૌંદર્યથી એટલો અંજાઇ ગયો હતો કે બાઘાની જેમ જોતો જ ઊભો રહી ગયો હતો. એનો ચહેરો કોઇ રૂપપરીથી ઓછો ન હતો. એના ચહેરામાં એવું ચુંબકીય આકર્ષણ હતું કે બસ જોયા જ કરવાનું મન થાય. એની આંખોમાં જાણે જામ ભર્યા હોય એમ આંખનું મટકું મારવાનું મન થાય એમ ન હતું. અખિલને થયું કે એણે યોગ્ય નથી કર્યું.