પ્રેમનો અહેસાસ - 23

  • 2.9k
  • 1
  • 1.3k

માધવી નીકળી તો ગઈ હતી. શરદની જિંદગીથી દુર પણ કયાં જશે એની એને ખુદ ખબર ન હતી... આજે માધવી એવું મહેસુસ કરી રહી હતી કે જાણે એને બધું જ ખોઈ દીધું.. જિંદગીની જંગ હારી ગઈ હતી.. સડક પર બેગ લઈને ચાલી રહી હતી.. ના એની કોઈ મંજિલ હતી ના કોઈ આશરો.. પોતાના ઘરે જઈને એ આશાબેન નો સામનો કરી શકે કે એમના પ્રશ્નો ના જવાબ આપી શકે એટલી હિંમત પણ ના કરી શકી.. બસ ચાલે જતી હતી.. આજુબાજુ દોડતાં વાહનો, માણસો કશા ઉપર એનું ધ્યાન ન હતું. એટલામાં એને મંદિરમાં વાગતાં ઘંટારવનો અવાજ સંભળાયો.. માધવીના પગ મંદિર તરફ વળી ગયા..