પ્રેમનો અહેસાસ - 18

  • 2.9k
  • 1
  • 1.4k

આપણે અગાઉ જોયું કે શરદે ડિવૉર્સ પેપર પર સહી કરી દીધી અને પછી કાવ્યાને સહી કરવા બોલાવી હવે આગળ.... મિસ્ટર શાહ બોલ્યા કે; "જિંદગીમાં અણબનાવ તો થાય એમાં આમ ડિવૉર્સ થોડાં લેવાના હોય? " "પપ્પા દશ વર્ષ થયાં પણ હવે મને નથી લાગતું કે અમારી લાઈફ હવે સાથે રહીને જીવી શકાય... કાવ્યાને ફક્ત એની કેરિયર વહાલી છે.. એને પરીવારની કે મારી કોઈ પરવાહ નથી. " "કાવ્યા મેં તને કહ્યું હતું કે તારી અને શરદની વચ્ચે તારી કેરિયરને કયારેય ન લાવતી નહીં તો તારી કેરીયર તો બની જશે પણ તારી જિંદગી બરબાદ થઈ જશે. " "શરદ પેપર્સ લાવ. ક્યાં સહી કરવાની