દશાવતાર - પ્રકરણ 5

(166)
  • 5.6k
  • 2
  • 3.4k

          એ શેરીના છેડે પહોંચ્યો એ સાથે જ તેણે દોડવાનું શરૂ કર્યું. તેનું હ્રદય હજુ પણ એટલી જ તેજ ગતિથી ધબકતું હતું જાણે કે એ તેની સામે શરત લગાવી રેસ રમતું હોય. તેની દોડવાની ગતિ તેજ હતી એનું ખાસ કારણ તેણે વર્ષો સુધી સંદેશવાહક તરીકે બજાવેલ ફરજ હતી. દીવાલની આ તરફ સંદેશાની આપ-લે કરવા માટે દીવાલની બીજી તરફ જેમ કોઈ આધુનિક સાધનો નહોતા. અહીંના લોકો હજુ આદિમાનવ યુગમાં જ જીવતા હતા. તેમને સંદેશો પહોંચાડવા માટે સંદેશાવાહક હોતા જે કોઈ પણ ખબર સવારથી સાંજ સુધી આખા વિસ્તારમાં ફરીને દરેક ઝૂંપડી સુધી પહોંચાડતા. તેને યાદ હતું કે જ્યારે