વિનાશ- રાકેશ ઠક્કરધીમે ધીમે એ સમાચાર જંગલની આગની જેમ આખા વિશ્વમાં ફેલાઇ ગયા કે એક ઉલ્કાપિંડ ધસમસતો પૃથ્વી પર આવી રહ્યો છે. અવકાશમાં થયેલા અસામાન્ય ફેરફારને પગલે આ ઉલ્કાપિંડ પૃથ્વી પર આવીને પૃથ્વીનો નાશ કરી દેશે. ઉલ્કાપિંડ ધસમસતો પૃથ્વી પર આવી રહ્યો છે. અત્યાર સુધી એક વખત આવું બની રહ્યું હતું પરંતુ ધરતી પર આવે એ પહેલાં જ નષ્ટ થઇ ગયો હતો. આ વખતે એ ધરતી પર ટકરાશે અને મોટી તબાહી લાવશે એવી આગાહી થઇ ગઇ હતી. દેશ-વિદેશના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી દીધી કે આ વખતે દુનિયાનો વિનાશ રોકી શકાશે નહીં. અગાઉની ઉલ્કાપિંડની ઘટના પછી એમણે શોધ સંશોધન ચાલુ રાખ્યા હતા.