પ્રકરણ-૨૩ (ભયના ઓથાર) અનામિકાનો નિર્ણય જાણ્યા પછી મનોહરભાઈએ મિહિરભાઈને એક આશા સાથે ફોન કર્યો હતો. પરંતુ એમની કલ્પનાની વિરુદ્ધ મિહિરભાઈએ એમને કહ્યું કે, 'એ તો હવે અનામિકા અને નિશ્ચય એ લોકોએ બંનેએ સાથે મળીને નિર્ણય લેવાનો છે. અંતે તો એમને બંનેને જ સાથે રહેવાનું છે. અને આમ પણ અમે દીકરાના જીવનમાં દખલ કરતાં નથી. અમને માફ કરો તમે. આમાં કોઈપણ પ્રકારની તમને અમે મદદ નહીં કરી શકીએ. અને હું તો તમને પણ એ જ સલાહ આપું છું કે, બને ત્યાં સુધી એ બંનેના જીવનમાં દખલ ન કરો. એમને એમની રીતે જીવવા દો. એમના નિર્ણય એમને જાતે જ લેવા દો. મિહિરભાઈની