ના...

(17)
  • 4.3k
  • 2
  • 1.4k

"તન્વી, ચાલ મારી સાથે આપણે આ રસ્તે થી આજે નિશાળે નથી જવું."તૃષા પરાણે તન્વી નો હાથ પકડીને બીજા રસ્તે ખેચી ગઈ.એ થોડી ગભરાયેલી હતી. તૃષા અને તન્વી બંને ખાસ બહેનપણીઓ.લગભગ પહેલા ધોરણ થી અત્યારે દસમા ધોરણ સુધી નો બંને નો સંગાથ.બંને ના ઘર પણ પાસ પાસે ની જ સોસાયટીમાં.એટલે ટ્યુશન હોય સ્કૂલ હોય કે બહાર ક્યાંક જવાનું હોય તે બંને સાથે જ હોય. "અરે,ઊભી તો રહે.હું બે - ત્રણ દિવસ બહારગામ શું ગઈ તે તો શાળા એ જવાનો રસ્તોજ બદલી નાખ્યો.આ રસ્તે થી નિશાળ દૂર પડે યાર.તન્વી પોતાનો હાથ છોડાવતા બોલી. "હા મારે એ રસ્તે નથી જવું.તૃષા રડમસ અવાજે બોલી.