પ્રેમનો અહેસાસ - 5

  • 3k
  • 2k

નવરાત્રિનાં રાસ ગરબા પતાવીને કાવ્યા અને એનો પરિવાર ઘરે આવી પોત પોતાનાં રૂમમાં જતાં રહયાં. કાવ્યાનાં પપ્પા હેમંતભાઈ પણ બહુ નામનાં ધરાવતાં બિઝનેસમેન હતાં અને એટલે જ મિસ્ટર શાહ અને હેમંતભાઈ પાક્કા મિત્રો હતાં. બંનેના પરિવાર વચ્ચે સારો ઘરોબો બંધાયો હતો. કાવ્યાના મમ્મી શિલ્પાબેન સારાં એવા કૂક હતાં એટલે હેમંતભાઈની મોટાભાગની મિટિંગો ઘરે જ થતી અને મિટિંગના દરેક માણસનાં જમવાની જવાબદારી શિલ્પાબેનની રહેતી. શિલ્પાબેનના હાથમાં સાક્ષાત અન્નપૂર્ણાનો વાસ હતો.એમનાં હાથની રસોઈ જમ્યા બાદ દરેક મિટિંગ સકસેસ જ જતી.કાવ્યાનો ભાઈ યશ કાવ્યા કરતાં 5 વર્ષ મોટો હતો.કાવ્યા બધાનાં કાળજાનો કટકો હતી.બહું વહાલી...એ એક વસ્તુ માંગે તો દશ હાજર થઈ જતી..આથી એ