પ્રેમનો અહેસાસ - 4

  • 2.7k
  • 1.9k

અગાઉ તમે જોયું કે શરદનું ઓપરેશન પુરાં બે કલાક સુધી ચાલ્યું..હવે આગળ... ઓપીડીની બહાર લાઈટ બંધ થતાં જ માનસીબેન ડૉક્ટરને મળવા માટે તૈયાર થઈ ગયાં. ડૉક્ટર બહાર આવતાં જ માનસીબેન આવીને પૂછવાં લાગ્યાં, "ડૉક્ટર સાહેબ હવે કેમ છે મારો દીકરો?" "મિસિસ શાહ શરદનું ઓપરેશન તો સકસેસ થયું છે પણ....." "પણ શું ડૉક્ટર?" ડૉક્ટર પરીખ બોલ્યાં આપ બંને મારી કેબિનમાં આવો.ત્યાં આપણે વાત કરીએ. "જી ડૉક્ટર " શરદને ઓપીડીમાંથી આઈસીયુમાં શિફટ કરવામાં આવ્યો.મિસ્ટર શાહ અને માનસીબેન ડૉક્ટરની કેબિનમાં ગયા.ડૉક્ટર પરીખ બોલ્યાં, "બેસો આપ બંને.જુઓ મેં પહેલાં પણ કીધું છે કે શરદની હાલત બહું નાજુક છે. એનું ઓપરેશન તો સફળ થયું છે