પ્રેમનો અહેસાસ - 3

  • 3k
  • 2.1k

આપણે આગળ જોયું કે શરદ કાવ્યાને પોતાનાં દિલની વાત કહેવાં બેબાકળો બની રહયો હતો..હવે આગળ.. શરદ સમય થતાં સ્કુલ જવાં માટે એનાં પપ્પાએ લઈ આપેલી ન્યુ બાઈક લઈને નીકળ્યો. માનસીબેને રોજની જેમ આજે પણ કહયું, "બેટા શાંતિથી જજે.જરા પણ ફાસ્ટ ડ્રાઇવ ન કરતો." "હા..મમ્મી. શાંતિથી જ જઈશ. તમે ચિંતા ના કરો. " શરદને અત્યારે પુરેપુરુ ધ્યાન ફકત કાવ્યામાં જ ચોંટેલુ હતું. એની આંખો સામે પણ કાવ્યાનો ચહેરો તરી આવતો હતો. એ સતત વિચારી રહ્યો હતો કે કાવ્યાને તે કેવી રીતે પોતાનાં દિલની વાત કહેશે? આમ વિચારતાં વિચારતાં એનાથી બાઈકની સ્પીડ એટલી વધી ગઈ કે એ કંઈ સમજે કે વિચારે એ