અંગત ડાયરી - આપણે દુઃખોને કેમ પકડી રાખ્યા છે?

  • 4.2k
  • 1.2k

શીર્ષક : આપણે દુ:ખોને પકડી કેમ રાખ્યા છે? ©લેખક : કમલેશ જોષીએક વડીલે કહ્યું, "દુ:ખોએ આપણને નહિ આપણે દુ:ખોને પકડી રાખ્યા છે." તમે સમજ્યા? હું તો સમજતો હતો કે દરેક વ્યક્તિ દુઃખોથી છુટકારો મેળવવા મથી રહ્યો છે. સુખના સરનામા અને હાવ ટુ બી હેપી ઇન ૨૧ ડેઝને સર્ચ કરતા મારા-તમારા જેવા લાખો લોકોના માન્યામાં ન આવે એવી આ વાત હતી. આપણે થોડા દુઃખને પકડી રાખીએ! દુઃખ જ આપણો પીછો નથી છોડતું એટલે તો આપણે દુ:ખી છીએ. વડીલે સમજાવ્યું: દુઃખ એટલે શું? ન ગમતું વાક્ય, વિચાર, ઘટના, વ્યક્તિ કે સંવેદન એટલે દુઃખ. અને પકડવું એટલે શું? યાદ રાખવું, જીવંત રાખવું, પાણી