સંતાપ - 4

(83)
  • 6.7k
  • 4
  • 3.9k

૪ રાજેન્દ્રનું ખૂન ...! અનિતા અને પપ્પુને વિદાય આપ્યા પછી જયરાજ વેઈટીંગ રૂમમાં આવીને બેસી ગયો. પોતાના શરીર પર ધાબળો વીંટાળીને એણે એક સિગારેટ પેટાવી એ જ વખતે ભગવાં વસ્ત્રો ધારણ કરેલો, સાધુ જેવો લાગતો એક માનવી તેની બાજુમાં આવીને બેઠો. એની સફેદ દાઢી છાતીને સ્પર્શતી હતી. ‘લાવ...! સિગારેટ પીવડાવ ...!’ એણે લાલઘૂમ નજરે જયરાજ સામે જોતાં કહ્યું. ‘એના અવાજમાં કોણ જાણે શું હતું કે જયરાજે એક નવી સિગારેટ પેટાવીને તેને આપી દીધી. સાધુએ બંને આંગળીઓ વચ્ચે સિગારેટ પકડીને ઉપરા-ઉપરી ત્રણ-ચાર કસ ખેંચી નાંખ્યા. પછી ફરીથી એક વાર એની લાલઘૂમ અને ચમકારા મારતી આંખો જયરાજના ચહેરા પર સ્થિર થઇ ગઈ.