સંતાપ - 2

(68)
  • 7.2k
  • 3
  • 5k

૨. ઇનામ દસ હજાર...!  તા. ૧૭મી મે !  જયરાજ આજે ખૂબ ખુશ હતો. આજે એના લગ્નની પ્રથમ રાત્રિ હતી.  મિત્રોની વિદાય લઈને રાત્રે સાડા અગિયાર વાગ્યે એ પોતાનાં બેડરૂમમાં પહોંચ્યો ત્યારે નવોઢાના વેશમાં સુમન ચહેરા પર ઘુમટો તાણીણે પલંગ પર બેઠી હતી.  ‘સુમન...!’ જયરાજ ધીમેથી બોલ્યો.  બંગડીઓના મધુર રણકાર વચ્ચે સુમને ઘુમટો સરકાવીને માથું ઊંચું કર્યું.  એની આંખોમાં આંસુ ચમકતાં હતાં.  ‘શું વાત છે સુમન ?’ સુમનને રડતી જોઇને એનું હૈયું હચમચી ઊઠ્યું, ‘ત...તું રડે છે ?’ વાત પૂરી કરીને તે એની બાજુમાં બેસી ગયો.  ‘હું...હું તમને એક સચ્ચાઈ જણાવવા માંગુ છું !’ સુમન કંપતા અવાજે બોલી, ‘તમે મારા પતિ